By Kaushal Shah / May 03, 2021
કેટલા સંશોધનો પ્રમાણે, આપણે ઓછામાં ઓછા 150થી 200 લોકોના નેટવર્કના પેહેલેથી જ ભાગ હોઈએ છીએ. જાણ્યે-અજાણ્યે આપણે તેનો હિસ્સો હોઈએ જ છીએ. મોબાઈલ ફોનની ડિરેકટરી ઓપન કરો. સોશિયલ નેટવર્ક પર અંગત મિત્રોનું લીસ્ટ બનાવો, શાળા-કોલેજના મિત્રોનું લીસ્ટ બનાવો, અથવા વર્ષમાં જેની સાથે 1 અથવા 2 વાર વાત થતી હોય તેમનું લીસ્ટ બનાવો, નેટવર્કિંગનો હેતુ તક ઉભી કરવી અને તેને લાંબા ગાળાના બીઝનેસ રિલેશનશિપનો આકાર આપવાનો છે. જયારે આપણે બીઝનેસને એક અલગ જ લેવલ પર લઇ જવા માંગતા હોઈએ અને પોતાના કામ પ્રત્યે ઝુનુન હોય ત્યારે આપણને એ ગતિ માત્ર નેટવર્ક જ આપી શકે. આ નેટવર્કમાં આપણા કર્મચારીઓથી લઇ ને ગ્રાહકો, વેપારીઓ, સલાહકાર અને મિત્રો એમ ઘણા બંધાનો સમાવેશ થાય. નેટવર્ક મજબુત બનાવવા માટે લોકોને મળીએ અને એમને સારી રીતે ઓળખીએ કારણ કે, ત્યાર પછી જ આપણે “ક્નેકટિંગ ડોટ્સ” ની થિયરીનો ઉપયોગ કરી શકીયે. અહી એવા કેટલાક લોકો વિશે જાણીયે કે, જે સતત આપણી આસપાસ છે, બીજી રીતે કહીએ તો આપણે એમનાથી ઘેરાયલા છીએ આ દરેક સાથે કઈ રીતે સંબંધો બાંધવા, વધારવા વધુ મજબુત કરવા વગેરે બાબતો પણ વધુ સમજણ કેળવીએ.
ગ્રાહકો: બીઝનેસનો પ્રાણ છે. એમની સાથે વિશ્ર્વાસુ અને પ્રમાણિક સંબંધ કેળવવાનો પ્રયત્ન કરીએ ગ્રાહકો છે તો આપણી પ્રોડક્ટ કે સર્વિસ છે સાચું ને? જે ગ્રાહકો તમારી સાથે વર્ષોથી જોડાયેલા હોય, વિશ્ર્વાસપાત્ર હોય એમની સાથે સંબંધને વધુ વિકસાવવો જોઈએ. ઘણી વાર એવું પણ બને કે જેમ એ આપણો ગ્રાહક છે એમ આપણે પણ એની વસ્તુ કે સર્વિસના વપરાશકાર થવાનું થાય. એ ખરેખર ઉત્તમ બાબત છે.
સપ્લાયર્સ: આપણી બીઝનેસ સાઇકલને ફરતી રાખવા માટે આપણે દરેક તબક્કે સપ્લાયર્સની જરૂર પડશે એમને પુરતું મહત્વ આપીએ. એમને હમેશા આપણા રડાર ઉપર રાખીયે. એમને પ્રાધાન્ય આપીયે જે એકિટવ સપ્લાયર છે એમની સાથે તો આપણે લાઇવ સંપર્કમાં રહીશું જ, પણ જે આપણા માટે પેસિવ છે, એટલે કે જેમની સાથે અત્યારે બીઝનેસ નથી કરી રહ્યા એમની સાથે પણ સંપર્કમાં રહેવું જોઈએ. એ ક્યારેક તો લાભદાયી થવાના જ છે.
સહકર્મચારી: જયારે આપણે નેટવર્કિંગ વિશે વિચારતા હો ત્યારે આપણા માટે સ્ટાફ/સહકર્મચારીઓ એક શક્તિશાળી સ્ત્રોત સાબિત થાય છે આપણા સહકર્મચારીઓના ઘરે ચા અથવા લંચ માટે જવું જોઈએ એમને સારી રીતે ઓળખી અને આપણા જીવનનો હિસ્સો બનાવીયે. જેથી આપણા બીઝનેસને એ એના જીવનનો હિસ્સો બનાવી લેશે.
આપણા ક્ષેત્રના લોકો: આપણે જે બીઝનેસમાં છીએ એ બીઝનેસમાં બીજા અનેક વેપારી મિત્રો હોવાના જ. માટે જ તો અલગ અલગ ફિલ્ડના એસોસિએશન ચાલતા હોય છે. આ એસોસિએશન એ બીજું કઈ નહી, નેટવર્કિંગ જ છે, એમાં જોડાઈએ. બધા સાથે હળીએ મળીએ . આમ કરવાથી આપણા જ બીઝનેસ વિશે વધુ માહિતગાર અને વધુ સચેત થઇ શકાશે.
જુના સંબંધોને તાજા કરતા રહીયે: સ્કુલના મિત્રો, જુના પાડોશી, સહકર્મચારી કે એવા લોકો જેની સાથે ભૂતકાળમાં આપણા સંબંધો હોય એને સમયાંતરે તાજા કરતા રહીયે ફોન કરીયે અથવા રૂબરૂ મળતા રહીયે આજે તો સોશિયલ મીડિયાના કારણે આ સાવ સરળ થઇ ચૂકયું છે.
વધુ સક્ષમ/સફળ લોકો: આપણી આસપાસ એવા ઘણા લોકો હશે, જે ખરેખર આપણાથી ઘણી રીતે હોશિયાર હોય. આવા લોકોની સાથે સંપર્ક વધારવો જોઈએ. એ જ લોકો આપણને વધુ હોશિયાર બનાવી શકશે. એ લોકોની સાથે ઊઠવા-બેસવાથી આપણી અંદર એવી ઘણી બધી આદતો કે ગુણો ડેવલપ થશે, જે આપણને જીવનમાં અને બીઝનેસમાં ખુબ ઉપયોગી થઇ શકે છે. પણ આવા લોકોની સાથે સંબંધને આગળ વધારવા માટે આપણે પોતાના અહમને બાજુ પર મુકવો પડશે, બીજું કે આપણે ક્ષિતિજો વિસ્તારવી પડશે. યાદ રહે, આગળ વધવાનો આ એક અદભૂત માર્ગ છે.
પાડોશી: ‘પહેલો સગો પાડોશી’ આ કહેવત આપણે સાંભળેલી જ છે. પાડોશી સાથે મૈત્રીપૂર્ણ સંબંધ વિકસાવો જોઈએ ઘણી વખત જે સૌથી નજીક હોય એ જ ચુકાઈ જતું હોય છે. પડોશીઓ મુસીબતના સમયે આપણા માટે ઢાલ બનીને ઉભા રહે એવા સંબંધો એમની સાથે કેળવીએ.
મિત્રો: એટલા પણ વ્યસ્ત ન થઇ જવું કે મિત્રો છુટી જાય. મિત્રો તો આપણી અંગત મૂડી છે. એમની સાથેના સંબંધમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખીએ પણ એમની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહીએ. એમના માટે ખડેપગે ઉભા રહીએ. યાદ રાખજો,
જો આપણે પુરા દિલથી દોસ્તી નિભાવી હશે તો આપણને ખરેખર કંઇક જરૂર હશે ત્યારે એ મિત્રો જ આપણી પડખે ઉભા રહેશે.
અચાનક મળતા લોકો: આપણે જેને નથી ઓળખતા એમને પણ પૂરું સન્માન આપીએ. એરપોર્ટ, કરીયાણાની દુકાનો, વેઇટિંગ રૂમ રેસ્ટોરન્ટ, કીટલી, બીઝનેસ અને સોશિયલ નેટવર્કિંગ ગ્રુપ જેવા સ્થળો આપણા માટે નેટવર્કિંગની ઉતમ તક લઈને આવે છે તમને આ વાંચીને નવાઈ લાગશે પણ ઓછી મહેનતે આવા સ્થળોએ ઘણું કામ થઇ શકે છે. ફક્ત આપણે કાન અને આંખ ખુલ્લા રાખવાની જરૂર છે. સમય જતા વિશ્ર્વાસ કેળવાશે અને એવું પણ બને કે અચાનક બનેલો સંબંધ એક સારી પાર્ટનરશીપમાં ફેરવાઈ જાય.
By Vimal Vasvelia / May 12, 2021
By Vimal Vasvelia / Apr 30, 2021
By Kaushal Shah / Apr 30, 2021
By Kaushal Shah / Apr 29, 2021
By Kaushal Shah / Apr 28, 2021