Blog

નેટવર્ક એટલે શું?

By Kaushal Shah / Apr 28, 2021

નેટવર્ક એટલે શું?

ઓળખાણ એટલે મોટી ખાણ આ કહેવત આપણે ઘણી વાર સાંભળી છે. પરંપરાગત કહેવતને 21મી સદીમાં કંઇક આ રીતે કહી શકાય. Network is our Networth જયારે આપણે બીઝનેસ શરૂ કરીએ છીએ ત્યારે હમેશા ફર્સ્ટ સ્ટેપ તરીકે આપણે શું વિચારીએ? પહેલા વર્ષે ન કમાઈએ તો ચિંતા નથી, પણ ‘ઓળખ’ બનાવવી છે. લોકો ઓળખી જવા જોઈએ કે, આપણા કામની વાત લોકો સુંધી પહોચવી જોઈએ. ઓળખ”ને આટલું બધું મહત્વ કેમ આપવામાં આવે છે? કેમ નેટવર્કને, જીવન અને બીઝનેસનું મહત્વનું પાસું ગણવામાં આવે છે? આપણે વિચારીએ કે, સવારથી લઈને સાંજ સુધી આપણે કેટ-કેટલા લોકોની મદદની જરૂર પડે છે. સવારે ઉઠતાવેંત જ સામાજિક જવાબદારીઓ, મિત્રો, સબંધીઓ સાથે વાત કરવી એકબીજાને કામમાં આવવું અને બીઝનેસની વાત કરીએ તો બીઝનેસ મિટિંગ્સ અને બીજું ઘણું બધું આપણે ચેક કરીએ છીએ. વળી, સાંજે ઓફિસેથી ઘરે આવતી વખતે આપણે મોડી સાંજે કોઈકના પ્રસંગમાં કે ઇવેન્ટમાં જવાનું હોય છે. આપણે જીવન અને બીઝનેસ બંનેમાં હ્યુમન રીલેશન કનેક્ટ કરવાના પ્રયત્નો કરીએ છીએ. તમે કોઈકને કામમાં મદદરૂપ બનો છો. અને કોઈક તમને. ટૂંકમાં અહી બધું જ એકબીજાના કનેક્શન્સ, સંબંધ, ઓળખાણ અથવા નેટવર્કને આધારે જ ચાલે છે. અહીં અમુક સરળ સિદ્ધાતો વિશે વાત કરીએ અને તેને અમલમાં મુકીએ, જે આપણા જીવન અને બીઝનેસને પ્રગતિના શિખર પર લઇ જાય. આપણે જયારે જન્મ લઇને પૃથ્વી ઉપર આવીએ છીએ ત્યારથી જ ઓળખવાનું અથવા નેટવર્કની શરૂઆત થઇ જાય છે કદાચ પહેલી ઓળખાણ અથવા નેટવર્ક આપણને જન્મ અપાવનાર નર્સ અને ડોક્ટર સાથે જ હોય છે જેમ આપણે મોટા થઈએ એ પ્રમાણે ઓળખાણના ક્ષેત્રો બને છે, પડોશી બને છે અને સમાજમાં સબંધો બને છે અને વધે છે.

Register For Meeting
×
Add Comment
*