Blog

નેટવર્થ એટલે શું?

By Kaushal Shah / Apr 29, 2021

નેટવર્થ એટલે શું?

મુખ્ય રીતે તો Networth નો અર્થ થાય છે: ચોખ્ખી સંપત્તિ નાણાકીય Networth ની જો ગણતરી કરીએ તો આપણી બધી રોકડ+મિલકત (રીયલ એસ્ટેટ, સોનું, ચાંદી, મ્યુચલ ફંડ, જમીન) વગેરેનો સરવાળો કર્યા બાદ આપણી દરેક જવાબદારી (લોન, ઉધાર)ને એમાંથી બાદ ક્યાં પછી જે મુલ્ય આવે છે તે: નાણાકીય Networth. મિલકતના સરવાળામાં આપણે જે ઘરમાં રહીએ છીએ એ ગણવું ના જોઈએ કારણ એ આપણી જવાબદારી છે, આપણે દર વર્ષે એને મેઈન્ટેઇન કરવા ખર્ચ કરીએ છીએ અને આપણે એને ક્યારે પણ વેચી નથી શકવાના કારણકે આપણે રહેવા માટે જીવનભર એક મકાન જોઈએ છે.

આ ગણત્રી ઉપરથી કોઈપણ વ્યક્તિ અથવા કંપનીની Networth જાણી શકાય છે. હકારાત્મક અથવા નકારાત્મક આર્થિક પરીસ્થિતિ અથવા તભજ્ઞયિ સૂચવે છે. આવી જ રીતે આપણે આપણી સામાજિક Networth પણ જાણી શકીયે છીએ.

આખા વર્ષ દરમ્યાન કેટલા સામાજિક પ્રસંગોમાં આમંત્રણ મળે છે એના ઉપરથી સમાજીક Networth પણ આપ ગણી શકો છો. મિત્રતાની Networth ઘણા લોકો આમાં ઘણા અમીર હોય છે, જો 35 થી 40 વર્ષ અથવા વધારે ઉમર પછી આપની સાથે મિત્રો હોય અને એજ મિત્રો હોય જેમની સાથે સ્કુલની શરૂઆત કરી હતી, કોલેજના મિત્રો હોય, આપના ઘર પાસે જે ટોળી બની હતી એ પણ હજી એ જ હોય, પતિ/પત્નિના આવ્યા પછી પણ સંબંધો એવા જ જળવાયેલા હોય, કેટલાક મિત્રો વિદેશમાં સ્થાયી થઇ ગયા હોવા છતાં બધા એકબીજાની નજીક હોય, દરેકના આર્થિક સ્તરમાં મોટો બદલાવ આવી ગયો હોય છતાં એજ નામથી અને તુકારાથી (ગાળ દઈને) બોલાવવાના વ્યવહાર હોય તો આપ મિત્રોના Networth માં હિમાલયના શીખર ઉપર બીરાજમાન છો. આપનાથી વધારે સુખી આ પૃથ્વી ઉપર કોઈ નથી. આપ પણ એક વિશ્ર્લેષણ કરી જુઓ.

Register For Meeting
×
Add Comment
*