Blog

ઓળખાણ/નેટવર્ક & ફેસ ટુ ફેસ નેટવર્કિંગ

By Kaushal Shah / Apr 30, 2021

ઓળખાણ/નેટવર્ક & ફેસ ટુ ફેસ નેટવર્કિંગ

ઓળખાણ/નેટવર્ક કેવી રીતે કામ કરે છે?

નેટવર્ક કામ કરે છે એકબીજાના સહયોગ પર. આપણા લાભ માટે જ સંબંધો રાખવા કે બીજાની મદદ મળી રહે એ હેતુથી સંબંધો બનાવવા એ નેટવર્કિંગ નથી. આપણે આપવાની અને વહેચવાની ભાવના કેળવવી પડશે યોગ્ય રીતે સમજવામાં આવે અને અનુસરવામાં આવે તો આપણે જાતે જ અનુભવીશું કે આ પ્રક્રિયા કેટલી શક્તિશાળી છે. જયારે આપણે શેર કરીએ છીએ, આપીએ છીએ એ પ્રક્રિયામાં પોતાને તો આનંદ અને સંતોષ મળે જ છે, સાથે સાથે સામેની વ્યક્તિને પણ અપણે ખુશી અને સંતોષ આપીએ છીએ. આ વાત માત્ર બીઝનેસ પુરતી માર્યાદિત ન રાખી જો જીવનમાં પણ અનુસરવામાં આવે તો જીવન પણ એક અલગ ફ્રિકવન્સી પર જીવી શકાશે. એક પોઝીટીવ વાઈબ્રેશન અનુભવી શકાશે. હું એવું નથી કહેવા માંગતો કે આપણે ગામની સેવા જ કરતા ફર્યા કરવાનું. જે આપણી પાસે હોય એ બીજા માટે લુટાવી દેવાનું પણ આપણે ખરા સમયે કે જયારે કોઈને ખરેખર આપણી  મદદની જરૂર હોય ત્યારે આપણે  એની સહાય કરવાની છે. આપણા શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે, કોઈને દીધેલું હમેશા ભૂલી જાઓ પણ કોઈ ની પાસે થી લીધેલું ક્યારેય ન ભૂલો.

ફેસ ટુ ફેસ નેટવર્કિંગ

ઘણા લોકોને એવું લાગે છે કે FACE TO FACE નેટવર્કિંગ પર્સનલ સ્પેસ, ઉપર એક તરાપ છે જેમકે બર્થ ડે પાર્ટી, લગ્ન, સગાઈ, સામાજિક અને ધર્મિક પ્રસંગો એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ વગેરે સબંધો અને સંપર્ક વધારવાનું ખુબજ સક્ષકત માધ્યમ છે. આ સાથે પ્રોફેશનલ FACE TO FACE પણ ખુબજ સશક્ત માધ્યમ છે જ્યાં બે વ્યક્તિ બનેનો અનુકુળ સમય નક્કી કરી એક બીજાની ઓફિસે અથવા કોમન જગ્યાએ મળે છે એક બીજાના વેપારને ઊંડાણ પૂર્વક પ્રસ્તુત કરે છે અને સમજે છે સાથે એક બીજાના ક્લાયન્ટને પણ સમજે છે, જેથી અરસ પરસ રેફરન્સ અને વેપારનું આદાન-પ્રદાન કરી શકાય. આ સાથે જ તેઓ મૂળભૂત ક્યાંના છે સામાજીક સ્ટેટ્સ શું છે, કુટુંબમાં કોણ છે અને જીવનના અને વેપારના ભવિષ્યના પ્લાન પણ જાણે ઘણી વખત સામાજિક પ્રસંગોમાં ઓળખાણ સરળતાથી થઇ જાય છે અને આંખના પલકારામાં કામ થઇ જાય છે જે કામ વ્યવસાયીક ધોરણે કરવા અઘરા અથવા અશક્ય હોય છે. આપનું બીઝનેસ કાર્ડ હમેશા હાથવગુ રાખો, કોણ જાણે ક્યાં જરૂર પડી જાય. આપણે સબંધો અને નેટવર્ક સાથે જીવતા શીખવું પડશે એને જીવનનો ભાગ નહી પરતું જીવન બનાવવું પડશે.

Register For Meeting
×
Add Comment
*